તડકો, વરસાદ કે તહેવારોની પરવા કર્યા વગર પ્રજાની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે રાત-દિવસ ખડેપગે રહેતા GRD અને TRB જવાનો આજરોજ ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. દિવાળીનો પવિત્ર તહેવાર આડે છે ત્યારે પણ આ જવાનોને તેમનું માનદ વેતન કે પગાર ન મળવાને કારણે તેમના પરિવારો આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા છે.
​જેઓ સમગ્ર રાજ્યની સુરક્ષા સંભાળે છે, તેમના જ ઘરોમાં આર્થિક સંકટને કારણે દિવાળી ફીકી પડે તે અત્યંત દુઃખદ અને અયોગ્ય બાબત છે. આ ગંભીર મુદ્દાને ધ્યાને લઈને હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર સુરેશભાઈ આયલાણી દ્વારા માનનીય રાજ્યપાલશ્રી સમક્ષ સત્તાવાર અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
​હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા માંગ કરવામાં આવી છે કે દિવાળીના તહેવાર પૂર્વે તમામ GRD અને TRB જવાનોના અટવાયેલા પગાર ત્વરિત અને સત્વરે તેમના ખાતામાં જમા કરવામાં આવે, જેથી આ શ્રમિક જવાનોના પરિવારજનો પણ આનંદપૂર્વક તહેવાર ઉજવી શકે.