વ્યારા (તાપી), તા. 21 નવેમ્બર 2026
TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા અંગે ઉમેદવારો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો તથા ન્યાયની માંગને ધ્યાનમાં રાખીને હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા તાપી જિલ્લાના વ્યારા ખાતે માનનીય જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રના માધ્યમથી પરીક્ષાની મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા, ઉમેદવારોને યોગ્ય ન્યાય આપવા અને રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન)ની મંજૂરી આપવા સહિતની પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલી પાંચ મુખ્ય માંગણીઓ:
1. પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે તથા બંને પેપરના કુલ ગુણની સ્પષ્ટ વિગતો આપવામાં આવે.
2. ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે.
3. ગુણની ગણતરીમાં શંકાસ્પદ બાબતો સામે આવે ત્યારે ઉમેદવારોને વાંધો રજૂ કરવાની તક આપવામાં આવે.
4. TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે અને ગેરરીતિ જણાય તો તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે.
5. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડને ઉત્તરવહીના રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન)ની પરવાનગી આપવામાં આવે, જેથી ઉમેદવારોને યોગ્ય ન્યાય મળી શકે.
આવેદનપત્ર રજૂ કરતી વખતે ઉપસ્થિત સભ્યોનાં નામ:
1. પ્રીતિકા એન. ચૌધરી
2. મયુરિકા એ. ગામીત
3. અશ્વિની એન. ગામીત
4. સાયમા આર. ચૌધરી
5. નેહા એસ. ચૌધરી
6. નીલિમા એમ. ચૌધરી
7. રાહુલ જી. સોલંકી
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ના ઇન્ટરનેશનલ પ્રેસિડન્ટ મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે TAT-HS પરીક્ષા સાથે હજારો ઉમેદવારોનું ભવિષ્ય જોડાયેલું છે. તેથી મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય અને કોઈપણ ઉમેદવાર સાથે અન્યાય ન થાય તે અત્યંત જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારોને ન્યાય મળે તે માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશન લોકશાહી અને કાયદેસરની રીતે પોતાની રજૂઆતો ચાલુ રાખશે. આ મુદ્દે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવેદનપત્ર આપવાનું રાજ્યવ્યાપી અભિયાન પણ આગળ વધારવામાં આવશે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)
મહેન્દ્ર આયલાણી
International President
સંપર્ક: 8160602247
21 Nov 2026
ઉમેદવારોના ભવિષ્યનો સવાલ: TAT-HS રી-એસેસમેન્ટની માંગ સાથે હ્યુમન રાઈટ્સ ફેડરેશન પહોંચ્યું તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા.