ગાંધીનગર:
ગુજરાત રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોના કામના કલાકો લાંબા હોવાના કારણે તેમને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈને હ્યુમન રાઈટ્સ ફેડરેશન (Human Rights Federation USA) દ્વારા મુખ્યમંત્રી સમક્ષ વિશેષ રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત અંતે રંગ લાવી છે અને રાજ્ય સરકાર દ્વારા આ મામલે સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશનના પ્રયાસોને પગલે મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા આ ગંભીર મુદ્દાને ધ્યાને લઈ, ગૃહ વિભાગના અગ્ર સચિવશ્રી (Sanjeev Kumar, IAS, GoG-Home Dept.) સમક્ષ જરૂરી કાર્યવાહી અર્થે ફાઇલ ફોરવર્ડ કરી દેવામાં આવી છે. CMO તરફથી મળેલા આદેશ મુજબ સંબંધિત વિભાગ દ્વારા આ મામલે ત્વરિત અને યોગ્ય પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે.
કલાકો સુધી ઊભા રહીને ફરજ બજાવતા TRB જવાનોના માનવ અધિકારો, સ્વાસ્થ્ય અને કામના ભારણને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ તેમની ડ્યુટીના કલાકો ઘટાડીને 6 કલાક કરવા બાબતે સત્તાવાર અને ઐતિહાસિક નિર્ણય લેવાય તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશનની આ રજૂઆત સફળ રહેતા રાજ્યભરના TRB જવાનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને તમામ જવાનો દ્વારા ફેડરેશનના આ સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
24 Oct 2026
હ્યુમન રાઈટ્સ ફેડરેશનની રજૂઆત રંગ લાવી: TRB જવાનોની ડ્યુટી 6 કલાક કરવા અંગે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ગૃહ વિભાગને આદેશ; ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાય તેવી પ્રબળ સંભાવના!