લાઠી (જિ. અમરેલી), તા. 20 નવેમ્બર 2026

TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા તેમજ ઉમેદવારોને ન્યાય અપાવવાની માંગ સાથે હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા લાઠી મામલતદારશ્રી સમક્ષ આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

આ રજૂઆત દરમિયાન સીરીનબેન મોગલ અને પરીતાબેન ઝગડા દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

ફેડરેશન દ્વારા ઉમેદવારોના હિતમાં પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી.

મુખ્ય પાંચ માંગણીઓ:

1. પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે.
2. ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ આપવામાં આવે.
3. ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખવામાં આવે.
4. TAT-HS પરીક્ષા રદ ન કરવામાં આવે અને ભૂલ જણાય તો યોગ્ય તપાસ કરવામાં આવે.
5. ઉત્તરવહીઓનું રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની પરવાનગી આપવામાં આવે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશનનું માનવું છે કે દરેક ઉમેદવારને પારદર્શક મૂલ્યાંકન અને ન્યાય મેળવવાનો અધિકાર છે. ઉમેદવારોનું ભવિષ્ય મૂલ્યાંકનની સંભવિત ભૂલોના કારણે જોખમમાં ન મુકાય તે માટે તંત્રએ ગંભીરતાથી વિચારણા કરવી જોઈએ.

આ આવેદનપત્રની નકલ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ રવાના કરવામાં આવી છે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ના ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે ઉમેદવારોના ન્યાય અને અધિકારો માટે ફેડરેશન રાજ્યભરમાં રજૂઆતો કરી રહ્યું છે. જ્યાં સુધી ઉમેદવારોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત લોકશાહી અને બંધારણીય માર્ગે સતત ચાલુ રહેશે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)
મહેન્દ્ર આયલાણી
International President