સુરત / લીંબડી, તા. 19 નવેમ્બર 2026

TAT-HS પરીક્ષાના પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં જોવા મળતી ચિંતાઓ અને અસંતોષને ધ્યાનમાં રાખીને હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા ઉમેદવારોના ન્યાય અને હિતમાં રજૂઆતોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

આ અંતર્ગત હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ના સુરત જિલ્લા પ્રમુખ રજનીભાઈ ઠુંમ્મર તથા શુભ પવશિયા દ્વારા સુરતના માનનીય નાયબ કલેક્ટરશ્રીને TAT-HS ઉમેદવારોના હિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

તે જ રીતે લીંબડી તાલુકાના માનનીય મામલતદારશ્રીને પણ આવેદનપત્ર આપીને ઉમેદવારોના પ્રશ્નો અને ન્યાયની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.

લીંબડી તાલુકામાં કરવામાં આવેલી આ રજૂઆતમાં નીચેના ઉમેદવારો જોડાયા હતા:

1. મકવાણા નિતિનકુમાર બલુભાઈ
2. પરમાર ઘનશ્યામભાઈ મોતીભાઈ
3. પરમાર આનંદભાઈ નટવરભાઈ
4. હિનાબા સિધ્ધરાજસિંહ વાઘેલા

આ સમગ્ર રજૂઆત હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર આયલાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

આવેદનપત્રમાં રજૂ કરવામાં આવેલી પાંચ મુખ્ય માંગણીઓ

1. પેપર-1 અને પેપર-2ના ગુણ અલગ-અલગ દર્શાવી સ્પષ્ટ વિગતો આપવામાં આવે.
2. ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે.
3. ગુણની ગણતરીમાં ચોકસાઈ રાખી મૂલ્યાંકન સંબંધિત ભૂલો સામે યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવે.
4. મૂલ્યાંકનમાં કોઈ ભૂલ કે અનિયમિતતા જણાય તો તેની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.
5. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારોના હિતમાં રી-એસેસમેન્ટ (પુનઃમૂલ્યાંકન) કરવાની વ્યવસ્થા કરવામાં આવે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશનનું માનવું છે કે પરીક્ષા આપનાર દરેક ઉમેદવારને પારદર્શક મૂલ્યાંકન અને ન્યાય મેળવવાનો અધિકાર છે. હજારો ઉમેદવારોના ભવિષ્ય સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ મુદ્દે સરકાર અને પરીક્ષા બોર્ડ દ્વારા ગંભીરતાથી વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તે જરૂરી છે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA) દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉમેદવારોના શૈક્ષણિક હિત અને ન્યાય માટે સંગઠન લોકશાહી અને બંધારણીય માર્ગે પોતાની રજૂઆતો સતત ચાલુ રાખશે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશન (USA)

મહેન્દ્ર આયલાણી
આંતરરાષ્ટ્રીય પ્રમુખ