ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં TET/TAT પરીક્ષાઓ દર વર્ષે નિયમિત યોજાય તે હેતુથી હ્યુમન રાઈટ્સ ફેડરેશન ઇન્ક. (Human Rights Federation Inc.) દ્વારા કરવામાં આવેલી સત્તાવાર રજૂઆતની નોંધ લઈને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા શિક્ષણ વિભાગના સચિવ શ્રી મિલિંદ તોરવણે (IAS) ને યોગ્ય કાર્યવાહી અર્થે રજૂઆત ફોરવર્ડ કરવામાં આવી છે. રાજ્યમાં TET/TAT પરીક્ષાઓ અનિયમિત રીતે યોજાતી હોવાના કારણે શિક્ષક બનવાની તૈયારી કરતા લાખો યુવાનોને લાંબા સમય સુધી પરીક્ષાની રાહ જોવી પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે ફેડરેશન દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તા. 16 નવેમ્બર, 2026ના રોજ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી મોકલવામાં આવેલા ઈ-મેઇલમાં આ રજૂઆત શિક્ષણ વિભાગના સચિવને યોગ્ય કાર્યવાહી અર્થે ફોરવર્ડ કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થાય છે. હ્યુમન રાઈટ્સ ફેડરેશનની મુખ્ય માંગણીઓ: 1. GPSC અને UPSCની જેમ દર વર્ષે નિયમિત વાર્ષિક કેલેન્ડર મુજબ TET/TAT પરીક્ષાઓ યોજવામાં આવે. 2. NCTEની માર્ગદર્શિકા મુજબ દર વર્ષે નિયમિત TET/TAT પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે. CMO દ્વારા રજૂઆત યોગ્ય કાર્યવાહી અર્થે ફોરવર્ડ કરવામાં આવ્યા બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા TET/TATના લાખો ઉમેદવારોના હિતમાં વહેલી તકે યોગ્ય અને સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી ફેડરેશન આશા વ્યક્ત કરે છે. હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા શિક્ષિત યુવાનોના હક, ન્યાય અને ઉજ્જવળ ભવિષ્ય માટે આ મુદ્દે સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવશે. માહિતી અને પ્રસારણ અર્થે: HUMAN RIGHTS FEDERATION INC. International President: Mahendra Ayalani