પૂર્વ-કચ્છ ગાંધીધામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જી.આર.ડી. સભ્ય તરીકે ફરજ બજાવતા બાબુભાઈ માયાભાઈ મકવાણા તથા દામજીભાઈ છગનભાઈ મકવાણા વિરુદ્ધ દાખલ થયેલા ગુનાના આક્ષેપ બાબતે તંત્ર દ્વારા તેઓને જી.આર.ડી. સેવામાંથી કાયમી ધોરણે નામ કમી કરતો હુકમ કરવામાં આવ્યો છે.
આ મામલે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) અને જી.આર.ડી. વિભાગના ડાયરેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સંસ્થાએ જણાવ્યું છે કે કોઈપણ પ્રકારની ન્યાયિક સુનાવણી અથવા કાયદાકીય પ્રક્રિયાના અંતિમ ચુકાદા પહેલા જ માત્ર પ્રાથમિક આક્ષેપોના આધારે સભ્યોને કાયમી ધોરણે છૂટા કરવાથી તેઓના પરિવારની રોજીરોટી ઉપર ગંભીર અસર પડી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશને માનવતાના ધોરણે અને ન્યાયના હિતમાં આ આદેશ પર પુનર્વિચારણા કરી, બંને સભ્યોને ફરીથી સેવામાં પુનઃસ્થાપિત કરવા અથવા યોગ્ય રાહત આપવા ભારપૂર્વક માંગણી કરી છે.
22 Oct 2026
ગાંધીધામ પૂર્વ-કચ્છના બે જી.આર.ડી. સભ્યોને કાયમી છૂટા કરવાના હુકમ સામે પુનર્વિચારણા કરવા હ્યુમન રાઈટ્સ ફેડરેશનની ડીજીપી અને grd ના ડાયરેકટર ઓફ જનરલ ને રજૂઆત.