અમદાવાદ:

ગુજરાતમાં યોજાયેલી TAT-HS (ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિરૂચિ કસોટી) પરીક્ષાના ઉમેદવારોના હિત અને પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શકતા જાળવવાના હેતુથી હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ મહેન્દ્ર સુરેશભાઈ આયલાણીના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા દ્વારા ઉમેદવારોના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવી છે.

આ સંદર્ભે તા. 12 નવેમ્બર, 2026ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના રજિસ્ટ્રારને સત્તાવાર ઈમેલ દ્વારા રજૂઆત મોકલવામાં આવી છે.

રજૂઆતમાં મુખ્યત્વે નીચેની માંગણીઓ કરવામાં આવી છે:

1. TAT-HS પરીક્ષાના પેપર-1ના ગુણ અલગથી જાહેર કરવામાં આવે.
2. પેપર-2ના ગુણ અલગથી જાહેર કરવામાં આવે.
3. બંને પેપરના કુલ ગુણની વિગતો આપવામાં આવે.
4. ઉમેદવારોને તેમની ઉત્તરવહીની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવે.
5. પરીક્ષાના મૂલ્યાંકન અને ગુણની ગણતરીમાં પારદર્શકતા જાળવવામાં આવે.
6. ઉમેદવારોને ગુણ સંબંધિત ભૂલો સામે યોગ્ય રજૂઆત કરવાની તક આપવામાં આવે.
7. TAT-HS પરીક્ષા રદ કરવામાં ન આવે. જો કોઈ ક્ષતિ કે અનિયમિતતા હોય તો તેની તપાસ કરીને યોગ્ય સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવે, જેથી મહેનત કરીને પરીક્ષા આપનાર હજારો ઉમેદવારોને અન્યાય ન થાય.

હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા આ અગાઉ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાતના શિક્ષણ મંત્રી તેમજ ભારતના કેન્દ્રીય શિક્ષણ મંત્રી સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી છે.

સંસ્થાનો મુખ્ય હેતુ કોઈ પણ ઉમેદવાર સાથે અન્યાય ન થાય, પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શકતા રહે અને ઉમેદવારોના શૈક્ષણિક હિતોનું રક્ષણ થાય તેવો છે.

હ્યુમન રાઈટ્સ ફેડરેશનનું સ્પષ્ટ માનવું છે કે ઉમેદવારોને ન્યાય મળવો જોઈએ અને પરીક્ષા રદ કર્યા વિના યોગ્ય પ્રક્રિયા દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ.

રજૂઆતની જવાબદારી:
પ્રવીણભાઈ મકવાણા
જિલ્લા પ્રમુખ – ગીર સોમનાથ
હ્યુમન રાઈટ્સ ફેડરેશન

માર્ગદર્શન:
મહેન્દ્ર સુરેશભાઈ આયલાણી
આંતરરાષ્ટ્રીય પ્રમુખ
HUMAN RIGHTS FEDERATION INC.