રાજ્યમાં તાજેતરમાં લેવાયેલી TAT-HS (ઉચ્ચતર માધ્યમિક શિક્ષક અભિષેતા) પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઉત્તરવહીઓમાં રહેલી ગંભીર ક્ષતિઓ તથા અનિયમિતતાઓને કારણે હજારો ઉમેદવારોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ સર્જાયું છે. યોગ્ય મહેનત કરનાર તેજસ્વી યુવાનોને ન્યાય અપાવવા માટે હ્યુમન રાઈટ્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ મહેન્દ્ર આયલાણી દ્વારા ગુજરાત સરકારના મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સમક્ષ સત્તાવાર ઓનલાઈન રજૂઆત અને પ્રશ્નોના પુનઃમૂલ્યાંકન (Re-evaluation) માટે અરજી દાખલ કરવામાં આવી છે.

હ્યુમન રાઈટ્સ ​ફેડરેશને જણાવ્યું છે કે પ્રશ્નોની ગંભીર ભૂલો અને ગુણના નુકસાનના કારણે લાયક ઉમેદવારો મેરિટમાંથી બહાર થઈ રહ્યા છે. આ ગંભીર બાબતે નિષ્ણાત સમિતિની રચના કરી ત્વરિત સુધારણા કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરાઈ છે. યુવાનોના માનવ અધિકારો અને શૈક્ષણિક ન્યાય માટે ફેડરેશન દ્વારા આ લડત સતત ચાલુ રાખવામાં આવશે.