ગીર સોમનાથ:
હ્યુમન રાઇટ્સ ફેડરેશનના ઇન્ટરનેશનલ પ્રમુખ શ્રી મહેન્દ્ર આયલાણીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ પ્રવીણ મકવાણા દ્વારા જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને એક મહત્વપૂર્ણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખાસ ઉલ્લેખનીય છે કે, હ્યુમન રાઇટ્સ ફેડરેશનમાં ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ બનતાની સાથે જ પ્રજા અને જવાનોના હિતમાં સૌપ્રથમ કાર્ય GRD જવાનોના પ્રશ્ને રજૂઆત કરીને શરૂ કરવામાં આવ્યું છે

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ગીર સોમનાથ જિલ્લાના GRD (ગ્રામ રક્ષક દળ) જવાનો દ્વારા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અને ખડેપગે બજાવવામાં આવી છે. પરંતુ, આકરી મહેનત કરવા છતાં હજુ સુધી અનેક જવાનોને તેમની ચૂંટણી કામગીરીનું નિશ્ચિત ભથ્થું મળેલું નથી. આર્થિક રીતે નબળા અને સામાન્ય પરિવારોમાંથી આવતા આ જવાનોને સમયસર ભથ્થું ન મળવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે

તેથી, હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે ગીર સોમનાથ જિલ્લાના તમામ GRD જવાનોનું બાકી રહેલું ચૂંટણી ભથ્થું તાત્કાલિક ધોરણે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે, જેથી જવાનોને ન્યાય મળી શકે અને તેમનું મનોબળ જળવાઈ રહે.

અખબારી અહેવાલ માટે
પ્રવીણ મકવાણા
જિલ્લા પ્રમુખ, ગીર સોમનાથ
હ્યુમન રાઇટ્સ ફેડરેશન