સ્થળ: ધોળકા / અમદાવાદ ગ્રામ્ય
તારીખ: ૩૧ ઓક્ટોબર ૨૦૨૬
લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી પ્રક્રિયાને શાંતિપૂર્ણ અને સુચારૂ રૂપે પાર પાડવા માટે દિવસ-રાત જોયા વગર પોતાની ફરજ બજાવનાર ધોળકા ડિવિઝનના
જી.આર.ડી. (GRD) જવાનો સાથે તંત્ર દ્વારા મોટો અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ચૂંટણી દરમિયાન જોખમી અને સખત બંદોબસ્તની કામગીરી બજાવવા છતાં ધોળકાના જી.આર.ડી. જવાનોને તેમના હકનું ચૂંટણી ભથ્થું (મહેનતાણું) લાંબા સમય વીતી જવા છતાં આજદિન સુધી ચૂકવવામાં આવેલ નથી.
અત્યંત સામાન્ય અને શ્રમિક પરિવારોમાંથી આવતા આ જવાનોએ ઉચ્ચ અધિકારીઓના આદેશથી પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. પરંતુ, સમયસર મહેનતાણું ન મળવાને કારણે
આજે આ જવાનો અને તેમના પરિવારજનોને તીવ્ર આર્થિક સંકળામણ અને ગુજરાન ચલાવવાની ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈપણ શ્રમજીવી કે કર્મચારી પાસે કામ કરાવ્યા બાદ તેનું વ્યાજબી મહેનતાણું રોકી રાખવું એ માત્ર આર્થિક શોષણ જ નથી, પરંતુ મૂળભૂત માનવાધિકારનું સીધું હનન છે.
આ ગંભીર અને સંવેદનશીલ પ્રશ્ને હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. સંસ્થા દ્વારા આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક (SP) અને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને સત્તાવાર ઈમેઈલ અને લેખિત માધ્યમથી કડક રજૂઆત કરવામાં આવી છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો વહેલી તકે ધોળકાના તમામ જી.આર.ડી. જવાનોના બાકી રહેલા ચૂંટણી ભથ્થાના નાણાં ચૂકવવામાં નહીં આવે, તો આ ગંભીર બેદરકારી અને માનવાધિકારના ભંગ અંગેની
આ સમગ્ર વાત રાજ્યના પોલીસ મહાનિર્દેશકશ્રી (DGP) સુધી પહોંચાડવામાં આવશે અને ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવશે.
31 Oct 2026
ધોળકા ડિવિઝનના જી.આર.ડી. (GRD) જવાનોની ચૂંટણી કામગીરીના બાકી રહેલા ભથ્થાની ચૂકવણી કરવા બાબત હ્યુમન રાઇટ્સ ફેડરેશનની એસપી,પીઆઇ,ને ધારદાર રજૂઆત.