સુરેન્દ્રનગર, ગુજરાત: GRD જવાનોના હક્કો અને પડતર નાણાકીય બાબતોને લઈને હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ સુરેન્દ્રનગર જિલ્લાના GRD જવાનોના બેંક ખાતામાં ₹1,000 ચૂંટણી ભથ્થું જમા કરવામાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના GRD જવાનોને ચૂંટણી ફરજ બદલ મળવાપાત્ર ₹1,000નું ભથ્થું તેમના બેંક ખાતામાં જમા થયું છે. આ અંગે બેંકમાં રકમ જમા થયાનો સંદેશ પણ સામે આવ્યો છે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા GRD જવાનોના હક્કો, સન્માન અને તેમની પડતર નાણાકીય માંગણીઓ અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે. ફેડરેશનનું કહેવું છે કે ફરજ બજાવતા જવાનોને તેમનું મળવાપાત્ર મહેનતાણું અને અન્ય લાભો સમયસર મળવા જોઈએ.
આ કામગીરી બદલ હ્યુમન રાઈટ્સ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી મહેન્દ્ર આયલાણીએ સુરેન્દ્રનગર જિલ્લાના માનનીય પોલીસ અધિક્ષક (SP) સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, GRD જવાનો પણ પોલીસ વ્યવસ્થાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. તેઓ પોતાની ફરજ અને જવાબદારી નિભાવે છે ત્યારે તેમના હક્કો અને નાણાકીય લાભોની સમયસર ચુકવણી થાય તે જરૂરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હ્યુમન રાઈટ્સ ફેડરેશન જવાનોના પ્રશ્નો અને હક્કો માટે સતત અવાજ ઉઠાવતું રહેશે અને જ્યાં સુધી યોગ્ય પરિણામ નહીં મળે ત્યાં સુધી રજૂઆતો ચાલુ રાખશે.
હ્યુમન રાઈટ્સ ફેડરેશનનો સંકલ્પ છે કે GRD અને TRB જવાનોના હક્કો, સન્માન અને ન્યાય માટેની લડત સતત ચાલુ રહેશે.
— મહેન્દ્ર આયલાણી
આંતરરાષ્ટ્રીય પ્રમુખ
Human Rights Federation
30 Oct 2026
હ્યુમન રાઈટ્સ ફેડરેશનની રજૂઆત રંગ લાવી: સુરેન્દ્રનગર જિલ્લાના GRD જવાનોના ખાતામાં ₹1,000 ચૂંટણી ભથ્થું જમા