ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ટ્રાફિક રેગ્યુલેશન બ્રિગેડ (TRB) અને વિવિધ તાલુકાઓમાં ગ્રામ રક્ષક દળ (GRD)ના જે જવાનોનો ગયા મહિનાનો પગાર હજુ સુધી બાકી છે, તે અંગે હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
ફરજ બજાવતા TRB અને GRD જવાનોને સમયસર મહેનતાણું મળે અને તેમના પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે હેતુથી ફેડરેશન દ્વારા આ મુદ્દે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
હ્યુમન રાઇટ્સ ફેડરેશનને આશા છે કે સંબંધિત તંત્ર દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લઈને બાકી પગારની ચૂકવણી વહેલી તકે કરવામાં આવશે.
ફેડરેશનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, TRB અને GRD જવાનો કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. તેથી તેમના મહેનતાણાની સમયસર ચૂકવણી થાય તે જરૂરી છે. જવાનોના હક્કો અને હિતોના રક્ષણ માટે હ્યુમન રાઇટ્સ ફેડરેશન હંમેશાં તેમની સાથે ઊભું રહેશે.
હ્યુમન રાઇટ્સ ફેડરેશનની મુખ્ય માંગ છે કે દિવાળી પહેલા તમામ સંબંધિત જિલ્લાઓ અને તાલુકાઓમાં TRB અને GRD જવાનોના બાકી રહેલા બે મહિનાના પગારની સાથે ચૂકવણી તાત્કાલિક કરવામાં આવે.
શ્રી મહેન્દ્ર આયલાણી
આંતરરાષ્ટ્રીય પ્રમુખ
હ્યુમન રાઇટ્સ ફેડરેશન
28 Oct 2026
Grd અને Trb નો દિવાળી પહેલા 2 મહિનાનો સાથે પગાર કરી આપવા રજૂઆત હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા સીએમ ને રજુવાત